ખાસ ખબર- દૂધ નહીં પીનારા પીવા લાગશે, પીનારા ખુશ થશે

દૂધને પ્રકૃતિ દ્વારા પર્દાન કરવામાં આવેલા સોથી પોષક દૂધ માનવામાં આવે છે. દૂધ ઘણા ગુણોથી ભરપૂર છે. આ માટે મોટાભાગના જાડાપણાથી પરેશાન લોકો કે વધારે સ્લીમ થવાનું ઈચ્છો છો તો દૂધનું સેવન ઓછું કરે છે. પણ આ ખબર વાંચીને પછી આવા લોકોનો વિચાર બદલી જશે. દૂધ સ્વાસ્થ્ય માટે વધારે જ ફાયદાકારક છે, આ તો સાંભળ્યું હતું કે દૂધ પીવાથી વજન ઘટી શકે છે. આ આશ્ચર્યજનક છે. અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યૂટ્રીશનમાં આ સંબંધમાં એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવેલા છે. આ રિપોર્ટ અનુસાર જાડાપણાને ઘટાડવાના સંબંધમાં કરવામાં આવેલા સંશોધન અનુસાર રોજના દૂધનું સેવન કરનારા દૂધથી દૂર રહેનારની તુલનામાં જાડાપણું ઓછું કરવામાં વધારે સફળ હોય છે. શોધકર્તાઓએ મેળ્યું કે જે વ્યક્તિઓએ રોજના બે ગ્લાસ દૂધના ગ્લાસનું સેવન કર્યું, તેણે થોડાક જ મહીનામાં વિટામિન ડીની વધારે માત્રા મળી. તે બે વર્ષમાં જ છ કિલો વજન ઓછું કરવામાં કામયાબ થયા.  

 Source : “Divya Bhaskar” 13 April 2012

Cat Name : Milk Benefits,