સુમુલ “ડિવાઈન ગીર ગાય ઘી” નું પહેલું ક્ન્સાઈમેન્ટ અમેરિકા જવા રવાના થયું.

યુ એસ.એફ ડી એ ના નોર્મ્સ પ્રમાણે સુમુલ ડેરીએ તેનું પ્રથમ ક્ન્સાઈનમેંન્ટ અમેરિકા માટે રવાના કર્યું જેને સુમુલના ચેરમેનશ્રી રાજુભાઈએ લીલી ઝંડી આપીહતી.અત્રે ઉલ્લેખનીય છે કે સુમુલના ઉત્પાદનો આંતરરાષ્ટ્રીય ગુણવત્તા ધરાવતા હોય તેની માંગ માં સતત વધારો થતો આવ્યો છે. સુમુલ હેઝ્પ અને આઈ.એસ.ઓ.૨૨૦૦૫ જેવા ફૂડ સેફટી માનાંકો ધરાવે છે. સુમુલ ઘી સુરત શહેરમાંપણ બીજા કોઈ પણ ઘી કરતા તેની ઓર્ગેનોલેપટીક પ્રોપર્ટી તથા શુધ્ધતા માટે જાણીતું છે. ગુણવત્તા માટેના સતત આગ્રહી સુમુલના ચેરમેન રાજુભાઈ પાઠકે આ તબક્કે સુરત શહેર માટે અન્ય મુલ્ય-વર્ધિત પ્રો-બાયોટીક દહીં અને યોગર્ટની શ્રેણી પણ લાવી રહ્યા છે.તથા ચાંદની-પડવા માટે એક્ષ્પોર્ટ ક્વોલિટીની કેસર-બદામ-પીસ્તા અને સુગર-ફ્રી ઘારી પણ આ વખતે ફોરેનમાં ડીમાંડ હોઈ એક્ષ્પોર્ટ થનાર છે.

Cat Name : Milk Benefits,   News,